Te Pae Tata | વચગાળાનો ન્યુઝીલેન્ડ હેલ્થ પ્લાન 2022 એ વિધિસર દસ્તાવેજ છે કે જે Te Whatu Ora - હેલ્થ ન્યુઝીલેન્ડ અને Te Aka Whai Ora - માઓરી હીથ ઓથોરિટી માટે પ્રથમ બે વર્ષની કામકાજની શરૂઆત કરે છે કારણ કે અમે એઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં હેલ્થકેરમાં પરિવર્તન કરીએ છીએ.

Te Pae Tata એ ઓટેરોઆના તમામ લોકો અને સમુદાયોને વધુ સારી રીતે સેવા આપતી એક ટકાઉ અને પોષણક્ષમ સર્વસમાવેશન સાથેની આરોગ્ય યોજનાના પાયો બનાવવા માટે અમે બિકા બધાથી અલગ રીતે શું કરીશું તેના પ્રથમ પગલાંઓની રૂપરેખા આપે છે.

આગામી બે વર્ષમાં અમે નીચેના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું:

Pae ora - આપણા સમુદાયોમાં વધુ સારું સ્વાસ્થ્ય અને સુખાકારી

Kahu Taurima – માતૃત્વ અને પ્રારંભિક વર્ષો

Mate pukupuku – કેન્સર સાથે જીવતા લોકો

Māuiuitanga taumaha –ખૂબ લાંબા સમયથી ખરાબ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સાથે જીવતા લોકો

Oranga hinengaro – માનસિક રીતે હતાશ, માંદગી અને વ્યસન સાથે જીવતા લોકો

આરોગ્ય પરિણામોની સમાનતા સુધારવી - માઓરી, પેસિફિકના લોકો અને ટંગાતા અક્ષમ લોકો માટે વચન મુજબ કાર્ય કરવું.

Pae ora | આપણા સમુદાયોમાં સારું સ્વાસ્થ્ય અને સુખાકારી

લોકો તંદુરસ્ત જીવન ત્યારે જીવશે જ્યારે તેઓ એક સર્વને સમાવતા સમુદાયના ભાગની અનુભૂતિ કરે, તેઓને સુરક્ષિત, સારી-ગુણવત્તાવાળા આવાસ ઍક્સેસ હોય અને તેઓ સારા પોષણયુક્ત અને ભાવનાત્મક ટેકા સાથે સક્રિય રહેતા હોય.

આ સુધારેલ સામુદાયિક સુખાકારી અન્ય એજન્સીઓ અને સંસ્થાઓ સાથે સાથે iwi, hapū, સમુદાયો, સ્થાનિક સરકાર, આરોગ્ય અને સામાજિક સેવાઓને સમાવશે.

અમારા કોવિડ-19 (COVID-19) પ્રતિસાદએ દર્શાવ્યું છે કે સમુદાયો પાસે સ્વાસ્થ્ય સુધારવાની અને બીમારીને રોકવા માટે સમયથી અગાઉ હસ્તક્ષેપ કરવાની તાકાત અને ક્ષમતા છે.

આગામી બે વર્ષમાં અમે આ સિદ્ધિઓ સ્થાપીશું, સુખાકારીને સમર્થન આપતા-આપતા નિવારક અને અગ્રસક્રિય અભિગમ અપનાવવાનું ચાલુ રાખીશું.

 

લક્ષ્યો

 • આ આરોગ્ય યોજના લોકોની જરૂરિયાતો, શક્તિઓ અને આકાંક્ષાઓને પ્રતિસાદ આપશે અને વ્હાનાઉ લોકોની દરેક વ્યક્તિ માટે આરોગ્યના પરિણામોમાં સુધારો કરશે.
 • લોકોને અને વ્હાનાઉને તેમની પોતાની સુખાકારીની સંભાળવા અને તેમના સમુદાયો સાથે સારી રીતે રહેવા અને જોડાયેલા રહેવા માટે ટેકો મળશે.
 • પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓ તમામ સમુદાયો માટે સુલભ, સસ્તું અને યોગ્ય હશે.
 • iwi ભાગીદારી અને સ્થાનિક નેટવર્ક દ્વારા આરોગ્ય સેવાઓમાં સ્થાનિક સમુદાયો વધુ મજબૂત અભિપ્રાય ધરાવશે.

Kahu Taurima | માતૃત્વ અને પ્રારંભિક વર્ષો

બાળકના પ્રથમ 2,000 દિવસ તેના સમગ્ર ભવિષ્યનો પાયો નાખે છે.

તે એક નિર્ણાયક સમયગાળો છે જે આરોગ્ય અને સુખાકારી પર આજીવન પ્રભાવિત રહે છે.

આગામી બે વર્ષોમાં, Kahu Taurima કામગીરી અંગેનો કાર્યક્રમ શિશુઓ, નાના બાળકો અને તેમના વ્હાનાઉ લોકો માટે સેવાઓ અને સહાયતામાં સુધારો કરવા માટે પગલાં લેશે.

 

લક્ષ્યો

 • માતૃત્વ અને પ્રારંભિક વર્ષોની આરોગ્ય સેવાઓ, બાળકના ગર્ભધારણથી પાંચ વર્ષ સુધીના પ્રથમ 2,000 દિવસો માટે, તમામ વ્હાનાઉઓ માટે સંકલિત, સર્વગ્રાહી અને સાંસ્કૃતિક રીતે યોગ્ય હશે.
 • પ્રસૂતિ અને પ્રારંભિક વર્ષોની સેવાઓ કે જે તે આઓ માઓરી, વ્હાનાઉ-કેન્દ્રિત અને પેસિફિક જન્મ-કેન્દ્રિત છે તે વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
 • લોકો પાસે માતૃત્વના માનસિક આરોગ્ય અને સંભાળના સુખાકારીના માર્ગોની વધુ સારી ઍક્સેસ હશે, અને નિષ્ણાત માનસિક આરોગ્ય સેવાઓ સહિત શોકગ્રસ્ત લોકોને વધુ સારી એક્સેસ મળશે.
 • લાંબા ગાળાની તપાસ-દવા અને રોકથામ સેવાઓ પૂરી પાડવાના માર્ગો શોધવા સહિત, વહાઈન હાપુ પૂર્વપ્રસૂતિ અને પ્રસૂતિસંભાળ માટે વીંટાળીને આધાર પૂરો પાડવામાં આવશે.

 

Mate pukupuku | કેન્સર ધરાવતા લોકો

દર વર્ષે લગભગ 23,000 લોકો કેન્સરનું નિદાન થાય છે અને 10,000 લોકો આ રોગથી મૃત્યુ પામે છે.

ખાસ કરીને માઓરી અને પેસિફિક લોકો માટે અમારા માટે રોકથામ અને જીવન ટકાવી રાખવાના દરોમાં સુધારો કરવાની તકો છે.

કેન્સરના દર્દીઓ અને તેમના વ્હાનાઉને કસ્ટમાઇઝ્ડ, સર્વગ્રાહી, ઉચ્ચ-ગુણવત્તાવાળી સેવાઓ જોઈએ છે.

આગામી બે વર્ષોમાં, અમે રોક્થામથી માંડીને જીવનસુધાર અભિગમ સુધીમાં એકસમાન, ઉચ્ચ-ગુણવત્તાવાળી કેન્સર સંભાળ સેવાઓ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે દરેક વ્યક્તિ ઍક્સેસ કરી શકે.

 

લક્ષ્યો

 • દરેક વ્યક્તિને ઉચ્ચ-ગુણવત્તાવાળી કેન્સરની સંભાળની ઍક્સેસ હશે, પછી ભલે તે ગમે ત્યાં રહેતા હોય.
 • આમાં કેન્સર રોક્થામ સેવાઓ, બહેતર નિદાન વિકલ્પો અને સમયસર, ઉચ્ચ-ગુણવત્તાવાળી સારવારની વધુ સારી ઍક્સેસનો સમાવેશ કરે છે.
 • નિવારણથી લઈને જીવનસુધાર અભિગમ , જીવનના અંત સુધીની સંભાળ અને સર્વાઈવલ સુધી, કેન્સરની સંભાળના તમામ તબક્કામાં સંભાળની ડિલિવરી સમાન હશે.
 • વધુ માઓરી અને પેસિફિક સમુદાય પ્રદાતાઓ સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને આંતરડાના કેન્સરની તપાસમાં માઓરી અને પેસિફિકની સહભાગિતા સુધારવામાં મદદ કરશે.
 • ઉચ્ચ-ગુણવત્તાવાળી, ટકાઉ સેવાઓ જાળવી રાખીને કેન્સરના દર્દીઓ માટે સંભાળના વિકલ્પો શક્ય તેટલા ઘરની નજીક હશે.

Māuiuitanga taumaha | લાંબાગાળાના ખરાબ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે જીવતા લોકો

ન્યુઝીલેન્ડના ચારમાંથી એક વ્યક્તિ બહુવિધ દીર્ઘકાલીન ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિઓ સાથે જીવે છે જે ઘણીવાર એક જ વ્હાનાઉમાં કેટલીય પેઢીઓ દ્વારા અનુભવાય છે - જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ, સ્ટ્રોક, શ્વસન રોગ અને સંધિવા.

આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો અમારા માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે લોકો અને તેમના વ્હાઉને ટેકો આપવો જેથી તંદુરસ્ત જીવન જીવવા બીમારીનો ભાર ઘટે

Te Pae Tata આગામી બે વર્ષમાં આ કાર્યક્રમ માટેના લક્ષ્યો અને પગલાંઓની રૂપરેખા આપે છે.

 

લક્ષ્યો

 • આરોગ્ય સેવા અને સંભાળ આપનારાઓ અસરગ્રસ્ત લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે, હોસ્પિટલમાં રહેવાની જરૂરિયાતને ઘટાડવા માટે વ્હાનાઉ સાથે કામ કરશે.
 • ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, શ્વસન સ્થિતિ, સ્ટ્રોક અને સંધિવા માટે સુલભ અને રાષ્ટ્રીય સ્તરે સુસંગત ક્લિનિકલ સેવાઓનો અમલ કરવામાં આવશે.
 • સપોર્ટ આપતી નિષ્ણાત ટીમો પ્રાથમિક અને સામુદાયિક સંભાળ પ્રદાતાઓ સાથે કામ કરશે તે સુનિશ્ચિત કરવા માટે કે લોકો અને વ્હાનાઉને તેમને જરૂરી સારવાર મળે.

Oranga hinengaro | માનસિક તકલીફ, બીમારી અને વ્યસનો સાથે જીવતા લોકો

ન્યુઝીલેન્ડના 50 ટકાથી વધુ લોકો તેમના જીવનમાં અમુક સમયે માનસિક તકલીફ અને વ્યસનના પડકારોનો અનુભવ કરશે, જે તેમની પોતાની અને તેમના વ્હાનાઉઓની સંભાળ રાખવાની તેમની ક્ષમતાને અસર કરી શકે છે.

ન્યુઝીલેન્ડના લોકો માટે બહેતર માનસિક આરોગ્ય અને સુખાકારીનો ટેકો આપવા માટે આપણે ઘણું બધું કરી શકીએ છીએ.

આગામી બે વર્ષોમાં, અમે માનસિક આરોગ્ય સિસ્ટમમાં પરિવર્તન ચાલુ રાખીશું જે He Ara Oranga રિપોર્ટને અનુસરે છે, જેમાં માનસિક હતાશા, માંદગી અથવા વ્યસન સાથે જીવતા દરેક માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી, સમાન સેવાઓનો અમલ અને વિસ્તરણનો સમાવેશ થાય છે.

 

લક્ષ્યો

 • યુવા લોકો, સપ્તરંગી સમુદાયો, માઓરી અને પેસિફિક લોકો માટે માનસિક આરોગ્ય અને વ્યસન મુક્તિ સેવાઓને ઉન્નત અને વિસ્તૃત કરવામાં આવશે.
 • Te Ao Maori માનસિક આરોગ્ય સેવાઓ નવી બનાવવામાં અને વિસ્તૃત કરવામાં આવશે, અને સેવાઓની વધુ સારી ઍક્સેસ અને પસંદગી ઉપલબ્ધ બનશે.
 • પેસિફિક લોકો અને તાંગતા વ્હાઈકાહા | વિકલાંગ લોકો માટે બહેતર માનસિક આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ખાતરી રાખશે કે સેવાઓ તેમના માટે કાર્ય કરે.
 • ગંભીર માનસિક આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે સહાયક સેવાઓ વધારવામાં આવશે, જેથી તેઓ સમુદાયમાં સારી રીતે જીવી શકે અને હોસ્પિટલમાં રહેવાનું ટાળી શકે.

માઓરી આરોગ્ય

અમે એક આરોગ્ય પ્રણાલીનું નિર્માણ કરી રહ્યા છીએ જે Te Tiriti o Waitangi ને તેના પાયા તરીકે સમાવી લે છે, નિર્ણય શક્તિ અને સ્રોતોની આપ-લે કરે છે અને સમગ્ર આરોગ્ય પ્રણાલીને માઓરી આરોગ્ય સમાનતા માટે જવાબદાર બનાવે છે.

માઓરી આરોગ્ય સુધારવા માટે Te Whatu Ora જે કાર્ય કરે છે તે અપેક્ષાને પ્રતિબિંબિત કરશે કે માઓરી આરોગ્ય સુધારણા અને સમાનતા દરેકનો વ્યવસાય છે.

Te Aka Whai Ora એ સુનિશ્ચિત કરશે કે અમારી સિસ્ટમ Te Ao Maori પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે.

 

લક્ષ્યો

 • માઓરી માટે આરોગ્ય પરિણામોની સમાનતામાં સુધારો અને માઓરી માટે વચન મુજબ કામ કરે છે.
 • રોક્થામ અને સુખાકારી માટે પુરાવા આધારિત નીતિઓની ખાતરી આપે છે
 • માઓરીની સમાનતા અને એકંદર આરોગ્ય સુધાર હાંસલ કરવા લોક આરોગ્ય અને રોક્થામ અતિ મહત્વપૂર્ણ છે.
 • સેવાઓ વ્હાનાઉ-કેન્દ્રિત અને સુસંગત હશે, અને સુરક્ષિત, સાંસ્કૃતિક રીતે સંરેખિત, વૈવિધ્યસભર અને સર્વસમાવિષ્ટતારૂપ હશે.
 • માઓરી માટે ભવિષ્યની પ્રાથમિક સંભાળ સેવાઓ સુલભ, પોસાય તેવી, ઉપલબ્ધ અને યોગ્ય હશે.
 • અમે આરોગ્ય કારકિર્દીમાં આવનારા માઓરીઓની સંખ્યામાં વધારો કરીશું, સાથે સાથે અમારી સંસ્થાઓને કામ કરવા માટે સલામત અને મન-ઉન્નત સ્થાનો પણ બનાવીશું.

પેસિફિક આરોગ્ય

અમે જાણીએ છીએ કે આરોગ્ય પ્રણાલીના ઘણા ક્ષેત્રો પેસિફિક લોકો, aiga, ngutuare tangata, famili, kāinga, magafaoa, kaiga, vuvale અને kaaiga (કુટુંબો) અને સમુદાયો માટે સારી રીતે કામ કરી રહ્યાં નથી.

આગામી બે વર્ષોમાં, અમે એવા કાર્યનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ કે જે ન્યુઝીલેન્ડમાં પેસિફિક પરિવારો અને સમુદાયોને સારી રીતે રહેવા માટે અને પેસિફિક લોકોને જ્યારે અને જ્યાં જરૂર હોય ત્યારે તેઓને જરૂરી સંભાળને ઍક્સેસ કરવામાં સક્ષમ બનાવશે.

 

લક્ષ્યો

 • અમે પેસિફિક લોકોના સ્વાસ્થ્ય માટે પાયો બનાવીશું અને મજબૂત કરીશું અને ખાતરી રાખીશું કે સમગ્ર આરોગ્ય સિસ્ટમમાં નિર્ણય લેવામાં પેસિફિકના લોકોનો અવાજ છે.
 • અમે એવી મજબૂત સિસ્ટમ બનાવીશું કે જે પેસિફિક સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય ડેટા, ક્લિનિકલ અને સામુદાયિક જ્ઞાનને સમર્થન આપતી હોય, જેથી પેસિફિક લોકોની આરોગ્ય પ્રાથમિકતા ઠીક બને
 • મજબૂત પેસિફિક સ્થાપના કાર્ય અને પેસિફિક વિકાસ પ્રદાતાઓને સમર્થન આપતા -આપતા, અમે વધુ સમુદાયની માલિકીની અને અગ્રણી આરોગ્ય સેવાઓમાં રોકાણ કરીશું અને સમુદાયો સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડાઈશું.
 • અમે મજબૂત પેસિફિક આરોગ્ય કર્મચારીગણ વ્રદ્ધિત કરીશું અને ટેકો આપીશું.

Tāngata whaikaha | વિકલાંગ લોકો

Tāngata whaikaha | વિકલાંગ લોકો એઓટેરોઆ ન્યુઝીલેન્ડની વસ્તીનો લગભગ ત્રીજો ભાગ છે.

તેઓ તમામ વય, વંશીય અને સાંસ્કૃતિક જૂથો, લિંગ ઓળખ, જાતિયતા, વિસ્તારો, સામાજિક-આર્થિક જૂથો અને દરેક વ્હાનાઉ અને સમુદાયના છે.

Tāngata whaikaha | વિકલાંગ લોકો માટે યોગ્ય, સુલભ આરોગ્યસંભાળ પૂરી પાડવાની જવાબદારી આરોગ્ય તંત્રએ લેવી જોઈએ.

લક્ષ્યો

 • Tāngata whaikaha | વિકલાંગ લોકો માટે તમામ આરોગ્ય સેવાઓ સુલભ, સમાવિષ્ટ અને સમાન હશે.
 • Tāngata whaikaha | વિકલાંગ લોકો માટે કાળજી, માર્ગો અને સેવાઓના સમાવિષ્ટ મોડલ અને સમુદાયો કે જેમને તેમની જરૂર છે તે ઉપલબ્ધ રહેશે.
 • વ્હાનાઉ અને સમુદાય સંચાલિત આરોગ્યસંભાળ સેવાઓ પ્રત્યે સતત આમૂલ અને માપી શકાય તેવા પરિવર્તન માટે અમે પ્રતિબદ્ધ રહીશું.
 • Tāngata whaikaha | વિકલાંગ લોકોને પ્રક્રિયાઓના વિકાસ, આયોજન, ડિઝાઇન અને આરોગ્ય સેવાઓના કમિશનિંગમાં વાતચીતનું નેતૃત્વ કરવા માટે સમર્થન આપવામાં આવશે.